10 ખતરનાખ ઉખાણાં


 

પગ વગર દોડું છું, કાન વગર સાંભળું છું. મને સતાવે તેનો જીવ તત્કાળ લઉં છું.
જવાબ : સાપ

આંખો છે પણ આંધળી છું. પગ છે પણ  પણ લંગડી છું. મોઢું છે પણ મૌન છું. બતાવો હુ કોણ છું.
જવાબ : ઢીંગલી

તમારા ઘરના દરવાજે ઘરની રખવાળી કરવા બેઠો છું. તો પણ તમે કેમ મારી ઘરવાળીને તમારી સાથે લઈ ગયા છો.
જવાબ : તાળું

કાળી માતાના બે દીકરા - બન્ને વચ્ચે ભારે કૌતુક છે. ભાઈ ભાઈનો ત્યાગ ખરે છે.એક ગરમ છે. બીજો ઠંડો છે.
ચાંદો- સૂરજ

બાળપણમાં લીલુંછમ છું. ઘડપણમાં પીળી પડી જાઉં છું. રસથી ભરપૂર છું. ફળનો રાજા છું.
જવાબ : કેરી

 ગરમી મારા માતા છે. હવા મારું મોત છે. પાણી જેવું મારું રૂપ છે.
જવાબ: પરસેવો

 જળ અને જમીનમાં રહું છું. વર્ષાઋતુ આવતાં ખુશ થાઉં છું. શિયાળો આવતાં સંતાઈ જાઉં છું.
જવાબ : દેડકો

કાળી મરઘીને લાલ બચ્ચાં આગળ મરઘી જાય પાછળ પાછળ બચ્ચાં જાય.
જવાબ : રેલગાડી

 હું લીલી છું. મારા બચ્ચાં કાળાં છે. લોકો મને છોડી દઈ મારા બચ્ચાં ખાઈ જાય છે. 
જવાબ : ઈલાયચી

જમીન ઉપર હોઉં છું તો તમારા પગ પકડું છું. પાણીમાં હોઉં તો તમારા હાથ પકડું છું. જીવતા ઓની સાથે મરેલા જેવો રહું છું. 
જવાબ  ચપ્પલ -જોડા





 

Previous Post Next Post